યાત્રાધામ પાવાગઢના એક ગેસ્ટ હાઉસમાં હીરા દલાલે ઝેરી દવા પી આપઘાત કર્યો

અમદાવાદ: યાત્રાધામ પાવાગઢના એક ગેસ્ટ હાઉસમાં સુરતના હીરા દલાલે ઝેરી દવાની ગોળીઓ ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પાવાગઢ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી મૃતદેહનું પીએમ કરાવી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછામાં રહેતા અને હીરા દલાલીનું કામ કરતા જયંતી જીવરાજ ઝાલાવ‌ા‌િડયા (ઉવ.પ૮) રપ ઓક્ટબરના રોજ પાવાગઢ આવ્યા હતા. હિન્દુસ્તાન ગેસ્ટ હાઉસમાં ચાર નંબરની રૂમ ભાડે રાખી રહ્યા હતા. બપોર સુધી રૂમનો દરવાજો બંધ રહેતા હોટલ સંચાલકને શંકા ગઈ હતી.

દરવાજો ખખડાવતા કોઈ પ્રતિઉત્તર મળ્યો ન હતો. રૂમની બીજી ચાવીથી રૂમ ખોલતા જયંતીભાઈ મૃત હાલતમાં મળી આવ્યા હતા. બનાવની જાણ પાવાગઢ પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે પોહચી લાશને પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી છે. આત્મહત્યાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. પોલીસે મૃતકના પરિવારજનોનો નિવેદન લેવાની તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.

You might also like