અફઘાનિસ્તાન: કાબુલમાં બેંક બહાર વિસ્ફોટ, 29ના મોત, 50થી વધુ ઘાયલ

અફઘાનિસ્તાનના હેલમંડ વિસ્તારની રાજધાની લશ્કાર્ધમાં આવેલ ન્યૂ કાબૂલ બેંક બહાર આતંકીઓએ કરેલ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 29 લોકોના મોતના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે. જ્યારે આ વિસ્ફોટમાં અંદાજે 66 લોકો ઘાયલ થયા છે. એક અધિકારીઓના જણાવ્યાઅનુસાર આતંકીઓએ બેંક બહાર કાર દ્વારા આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા છે. આ હુમલાની હજુ સુધી કોઇએ જવાબદારી લીધી નથી. ઘટનાસ્થળ ઉપર સેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like