યુવાને ગળેફાંસો ખાધો, યુવતીનું દાઝી જતાં મોત

અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં રહેતા એક યુવાને ગળેફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી જ્યારે માધુપુરામાં એક યુવતીની અકસ્માતે દાઝી જવાથી મોત થતાં પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ શરૂ કરી છે. અા અંગેની વિગત એવી છે કે સાબરમતી વિસ્તારમાં જવાહરચોક નજીક અાદર્શ સ્કૂલની સામે અાવેલ અાઠ ઓરડીની ચાલીમાં રહેતા વિનોદભાઈ નાનાલાલ ચૌહાણ નામના યુવાને બીમારીથી કંટાળી જઈ પોતાના ઘરમાં જ છતની પાઈપ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ અાપઘાત કર્યો હતો. જ્યારે માધુપુરા વિસ્તારમાં શાહપુર દરવાજા બહાર અાવેલી કમુમિયાંની ચાલી ખાતે રહેતી પદમાબહેન સુરેશભાઈ પરમાર નામની યુવતી પ્રાઇમસ પર રસોઈ બનાવતી વખતે અકસ્માતે ગંભીરપણે દાઝી જતાં તેનું પણ વીએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે બંને લાશને પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી અાપી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like