અફઘાનિસ્તાન: મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 29ના મોત, 63 ઘાયલ

કાબુલ : અફઘાનિસ્તાનના હેરાતમાં મંગળવાર રાત્રે હુમલાખોરોએ શિયા સુમુદાયની મસ્જિદમાં આત્મઘાતી હુમલો કર્યો હતો. આ આત્મઘાતી હુમલામાં 29 લોકોના મોત થયા છે જ્યારે 63થી વધારે લોકો ઘાયલ થયા છે. આ આત્મઘાતી હુમલો ઇરાનની સરહદ પર આવેલા વિસ્તારમાં કરવામાં આવ્યો છે. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે મસ્જિદમાં વધારે લોકો નમાઝ પઢવા આવ્યા હતા. આ આત્મઘાતી હુમલા બાદ હોસ્પિટલના તબિબ જણાવ્યું હતું કે આ હુમલામાં 29 લોકોના મોત થયા છે જ્યારે 63 લોકો ઘાયલ થયા છે.

જેમાં કેટલાક ઇજાગ્રસ્તોની હાલત અતિગંભીર છે. સ્થાનિક પોલિસેના જણાવ્યા અનુસાર આત્મઘાતી હુમલાખોર સહિત એક અન્ય એક શખ્સ હાજર હતો. જે નમાઝ અદા કરનાર પર ગ્રેનેડ ફેંકી રહ્યો હતો. હજી સુધી આ આત્મઘાતી હુમલાની કોઇ સંગઠને જવાબાદારી લીધી નથી. અફઘાનિસ્તાનમાં થયેલા આતંકી હુમલામાં આ વર્ષે 1700 લોકોના મોત થયા છે.

You might also like