ઝેેરી દવા પીવા છતાં મોત ન મળતાં યુવાનનો Civilના ૮માં માળેથી ઝંપલાવી આપઘાત

અમદાવાદ: ઝેરી દવા પીવા છતાં યુવાનને મોત ન મળતાં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા આ યુવાને હોસ્પિટલના ૮માં માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવી નાખતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ હતી.

પ્રાપ્ત મ‌ાહિતી પ્રમાણે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર નજીક આવેલા કાલવણ ગામના રહીશ દલપતભાઇ નાગજીભાઇ ફેરા નામના યુવાને ત્રણ દિવસ અગાઉ પોતાના ઘેર જ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઝેરની અસર ન થતા તેને ગંભીર હાલતમાં ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

સિવિલ હોસ્પિટલના ૮માં માળે મેડિકલ વોર્ડમાં સારવાર લઇ રહેલા યુવાનનાં ઘરનાં સભ્યો તેની સારવારમાં ખડેપગે હાજર હતા તે દરમ્યાન મોડી રાત્રે આ યુવાન બાથરૂમ જવાના બહાને ઉઠ્યો હતો અને બાથરૂમની બારીમાંથી પડતું મૂકી આત્મહત્યા કરી હતી.

પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે આત્મહત્યા કરનાર દલભાઇને બે દીકરી હતી પરંતુ દીકરો ન હોવાથી તે ટેન્શનમાં રહેતા હતા અને આ કારણે જ તેને આ અંતિમ પગલંું ભર્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like