ઈન્ડોનેશિયાના સોલોમાં આત્મઘાતી હુમલોઃ પોલીસ અધિકારીને ઈજા

જાકાર્તા: ઈન્ડોનેશિયાના સોલો શહેરમાં અેક બાઈક ચાલક આત્મઘાતી હુમલાખોરે બળજબરીથી જાવા દ્વીપ પોલીસ મથકમાં ઘૂસી જઈને કરેલા હુમલામાં અેક પોલીસ અધિકારીને ઈજા પહોંચી હતી. હુમલાખોર સવારે ૭-૩૫ કલાકે જાવા દ્વીપ પોલીસ મથકમાં ઘૂસી ગયો હતો. અને બાદમાં તે કેન્ટિનમાં જઈને ત્યાં રહેલા કર્મચારીઓ સાથે ચર્ચા કરવા લાગ્યો હતો. બાદમાં તે જબરદસ્તીથી બાઈક સાથે પોલીસ મથકમાં અંદર પ્રવેશીને તેની જાતને ઉડાવી દીધી હતી. જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ હુમલામાં અેક પોલીસ અધિકારીને ઈજા થઈ હતી. આ હુમલાથી પોલીસ મથકમાં ભારે અફરાતફરા મચી ગઈ હતી.

જાકાર્તામાં આ વર્ષે જાન્યુઆરીમાં પણ અેક આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં ચાર નાગરિકો અને ચાર હુમલાખોર માર્યા ગયા હતા. ત્યારે ઈન્ડોનેશિયામાં છેલ્લાં સાત વર્ષમાં થયેલો આ મોટો હુમલો છે. ઈન્ડોનેશિયા મુસ્લિમોની વધુ વસતી ધરાવતો દેશ છે. છેલ્લાં ૧૫ વર્ષમાં અહીં અનેક આતંકવાદી હુમલા થયા છે. વર્ષ ૨૦૦૨માં બાલીમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. તેમાં ૨૦૨ લોકો માર્યા ગયા હતા.

You might also like