પાકિસ્તાની કોર્ટમાં આત્મઘાતી હૂમલો 8 લોકોનાં મોત

પેશાવર : પાકિસ્તાનનાં ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં આવેલ કોર્ટનાં પરિસરમાં થયેલા આત્મઘાતી હૂમલામાં 8 લોકોનાં મોત થયા છે. જ્યારે 30થી વધારે લોકો ઘાયલ થયા છે. કોર્ટની ઇમારતમાં ઘુસવાનાં પ્રયાસો કરી રહેલા આત્મઘાતી હૂમલાખોરોને જ્યારે પોલીસ કર્મચારીએ અટકાવ્યો ત્યારે જ તેણે પોતાની જાતને ઉડાવી દીધી હતી. સેના અને સુરક્ષા દળનાં જવાનો ઘટનાં સ્થળ પર પહોંચી ચુક્યા છે. તેઓએ સમગ્ર વિસ્તારને ઘેરીને શોધખોળ અભિયાન ચલાવ્યું છે.

મોહમ્મદ વિસ્તારનાં શબાકદર શહેરની કોર્ટને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વિસ્તાર આતંકવાદગ્રસ્ત છે. અહીંથી અફઘાનિસ્તાનની સીમા વધારે દુર નથી. આ આતંકવાદી સંગઠન તહરીક એ તાલિબાન પાકિસ્તાનનાં પ્રભાવ વાળો વિસ્તાર છે. તેનાં દ્વારા જ આ વિસ્તારમાં વારંવાર હૂમલાઓ કરવામાં આવતા હોય છે. સીમાવર્તી વિસ્તારોમાં સક્રીય ચરમપંથી આદિવાસી સંગઠન પણ વિસ્તારમાં આતંકવાદી હૂમલાઓ કરતા રહે છે.

પાકિસ્તાની સેના દ્વારા આ વિસ્તારમાં જર્બ એ જપ્ત અભિયાન ચલાવાઇ રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં હજારો ચરમપંથીઓને મારવામાં આવ્યા છે. તેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 20 જાન્યુઆરીએ પખ્તૂનખ્વા પ્રાંતનાં ચારસદ્દામાં બાચા ખાન યૂનિવર્સિટી પર મોટો આતંકવાદી હૂમલો થયો હતો. 20થી વધારે વિદ્યાર્થીઓનાં મોત નિપજ્યા હતા. 6 ફેબ્રુઆરીનાં રોજ જિલ્લા કોર્ટ પાસે આત્મઘાતી હૂમલો થયો હતો. જેમાં 9 લોકોનાં મોત નિપજ્યા હતા. 18 ફેબ્રુઆરીનાં રોજ મોહમ્મદ જિલ્લામાં બે હૂમલામાં 9 પોલીસ કર્મચારીઓનાં મોત નિપજ્યા હતા.

You might also like