પાકિસ્તાનમાં નમાઝ વખતે આત્મઘાતી હુમલો, 16નાં મોત

પેશાવર: ઉત્તર પશ્વિમ પાકિસ્તાનમાં શુક્રવારે નમાઝ વખતે આત્મઘાતી હુમલામાં 16 લોકોનાં મોત થઇ ગયા છે. આ ધડાકો મોહમ્મદ એજન્સી તહસીલની મસ્જિદમાં થયો હતો. આ આત્મઘાતી હુમલામાં બીજા 23 લોકો માર્યા ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ નાવેદ અકબરએ આ હુમલાની પુષ્ટિ કરી છે. નાવેદ અકબરએ એવી પણ જાણકારી આપી છે કે ઇજા પામેલા લોકોને બજોર એજન્સી, ચરસ્દા અને પેશાવરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આત્મઘાચી હુમાલાખોરોએ મસ્જિદના ચોકમાં પોતાની જાતને ઉડાવી નાંખ્યા છે. હુમલો થયા પછીથી હાલમાં તપાસ ચાલુ છે.

You might also like