કુપવાડાના પંજગામમાં આર્મી કેમ્પ પર હુમલો, બે આતંકી ઠાર

જમ્મુઃ જમ્મુ કશ્મીરના કુપવાડામાં પંજગામ સેક્ટરના આર્મી કેમ્પ પર આતંકી હુમલો થયો છે. છેલ્લાં દોઠ કલાકથી આતંકિયો સાથે સેનાનું ધર્ષણ ચાલી રહ્યું છે. સુરક્ષાદળે ઓપરેશનમાં 2 આતંકિયોને મારી નાખ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આતંકિયોએ સવારે 4 વાગ્યાની આસપાસ આર્મી કેમ્પમાં ધુસવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષાદળોએ આતંકિયો વિરૂદ્ધ ઓપરેશન શરૂ કર્યું છે. જેમાં બે આતંકિ માર્યા ગયા છે. આ હુમલામાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને તપાસ ચાલી રહી છે.

રક્ષા વિશેષજ્ઞ રાજ કાદયાને હુમલા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ રીતના હુમલા રોકવા માટે કડક પગલાં લેવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ વિસ્તાર એલઓસીની નજીક છે. તેથી જ ત્યાં હુમલા થતાં રહે છે. તેને રોકવા માટે ત્યાં જવું પડશે. આપણે પાકિસ્તાન વિરૂદ્ધ કડક પગલાં લેવા પડશે. હાલમાં જ થોડા સમય પહેલાં જમ્મુ કશ્મીરના નૌહટ્ટામાં સીઆરપીએફ કેમ્પ પર થયેલા ગ્રેનેડ હુમલામાં એક આતંકિ શહિદ થયો હતો. હાલ કાશ્મીરમાં પથ્થર મારાની ઘટનાઓ પણ વધી રહી છે. આ બધાની વચ્ચે આતંકી હુમલા પણ ઝડપથી વધી રહ્યાં છે.

http://sambhaavnews.com/

You might also like