‘ઇન્ડીયન મોસ્ટ વોન્ટેડ’ના સુહૈબ ઇલિયાસીને આજીવન કેદની સજા

ટેલીવિઝન પરની સૌથી લોકપ્રિટ ક્રાઇમ શોના એન્કરીંગ કરતા કરતાં પોતાને ક્રિમનલ બનાવી બેઠ્યો. પોતાની પત્નીની હત્યાના આરોપી સુહૈબને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી સુહૈબે પત્નીની હત્યા કર્યા બાદ તેને આત્મહત્યા ગણાવી હતી. કોર્ટે ઇલિયાસીને 10 લાખનો દંડ ફટકાર્યો છે.

ક્રાઇમ શો ‘ઇન્ડિયન મોસ્ટે વોન્ટેડ’ દ્વારા અપરાધીને પકડાવનાર સુહૈબે પોતાની પત્નીની હત્યા કરી આત્મહત્યાની સ્ક્રિપ્ટ જોરદાર લખી હતી, પરંતુ કાનૂનની નજરથી હજુ સુધી કોઇ બચી નહીં શક્યું. જો કે સરકારી વકીલે આ કેસમાં દોષીતને ફાંસીની સજાની માગણી કરી હતી પરંતુ કોર્ટે આજીવન કેદની સજા કરી.

You might also like