મોંઘા ભાવનાં સ્પોર્ટ્સ ડ્રિન્ક ન પીતા, તેના બદલે ખાંડનું પાણી અસરકારક

લંડન:  સ્પોર્ટ રમનારા લોકો સામાન્ય રીતે સ્ટેમિના વધારવા, એનર્જી જાળવી રાખવા હેવી કસરતો કરતી વખતે અથવા તો રમત દરમિયાન વચ્ચે એનર્જી ડ્રિન્ક્સ પીતા હોય છે. એનું એક કારણ અે છે કે સ્પોર્ટસ પર્સનને ઇન્સ્ટન્ટ એનર્જીની જરૂર હોય છે. અા લોકો કયું અને કેવું સ્પોર્ટ ડ્રિન્ક પીવું તેની અવઢવમાં રહેતા હોય છે. અા લોકો માટે એક ખાસ વાત અે છે કે તમે કોઈ પણ બ્રાન્ડનાં પીણાં પાછળ પૈસા ન વેડફતા. ખાંડ લો, તેને પાણીમાં અોગાળો અને પી જાઅો.

લોન્ગ ડિસ્ટન્સ સાઈકલિંગ, મેરેથોન રનિંગ, ફૂટબોલ, હોકી કે બેડમિંટન જેવી રમત દરમિયાન પ્લેયર્સને પુષ્કળ કાર્બોહાઈડ્રેટની જરૂર પડે છે તેના માટે જ એનર્જી ડ્રિંક્સ ફેમસ થયાં છે. મોટાભાગનાં પીણાંઅોમાં માત્ર ગ્લુકોઝ હોય છે. ઇંગ્લેન્ડની યુનિવર્સિટીઅે કરેલા રિસર્ચ બાદ વૈજ્ઞાનિકોઅે જણાવ્યું કે જો એનર્જીનું લેવલ જાળવવું હોય તો ખાંડ અોગાળેલું પાણી પીશો તો પણ ચાલશે.

You might also like