શુગર સ્ટોક્સમાં લાલચોળ તેજી

અમદાવાદ: શુગર સ્ટોકમાં લાલ ચોળ તેજી જોવા મળી રહી છે. ગઇ કાલે શેરબજારમાં ઘટાડો જોવાયો હોવા છતાં મોટા ભાગની શુગર કંપનીના શેરમાં ૧૦ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. દરમિયાન શુગર ઇન્ડેક્સમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૧૯ ટકાથી વધુ ઉછાળો નોંધાયો છે. જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવ ૪૦૦૦ રૂપિયા પ્રતિક્વિન્ટલની સપાટીને પાર કરી દીધા છે એટલું જ નહીં વિદેશી બજારમાં પણ ખાંડ મોંઘી હોવાના કારણે હાલ શુગરના ભાવમાં ઘટાડો નોંધાયો તેવી શક્યતા ઓછી હોવાથી શુગર કંપનીના સ્ટોકમાં લાલચોળ તેજી જોવા મળીરહી છે.

શુગર કંપનીના શેરમાં જોવાયેલ ઉછાળો
દાલમિયા શુગર ૯.૮૩
ધરમપુર શુગર ૧૧.૮૨
દ્વારકેશ શુગર ૭.૨૪
આંધ્ર શુગર ૨.૩૬
કેએમ શુગર ૯.૭૩
રામા શુગર ૬.૫૭
ત્રિવેણી એન્જિ. ૫.૩૬
બજાજ હિન્દ ૧.૦૫
શ્રી રેણુકા ૭.૯૭
http://sambhaavnews.com/

You might also like