સ્થાનિક બજારમાં છ મહિનામાં ખાંડના ભાવ રૂ.છથી આઠ વધ્યા

અમદાવાદ: સ્થાનિક બજારમાં ખાંડના ભાવ છેલ્લા છ મહિનામાં જથ્થાબંધ બજારમાં ૧૦૦ કિલોએ રૂપિયા ચારથી પાંચ વધ્યા છે. જ્યારે છુટક બજારમાં રૂ.છથી આઠનો ઉછાળો નોંધાયો છે. સ્થાનિક બજારમાં ૩૨થી ૩૬ રૂપિયે પ્રતિકિલોની સપાટીએ ભાવ જોવા મળી રહ્યા છે.

ઉત્તર પ્રદેશ તથા અન્ય અગ્રણી શેરડીનો પાક લેતા રાજ્યોમાં શેરડીનો પાક ઓછો આવે તેવી શક્યતાઓ પાછળ પીલાણ માટેની શેરડીના ભાવમાં મજબૂત ચાલ જોવા મળી છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.૨૬૦૦ની આસપાસ જોવા મળતો હતો તે ડિસેમ્બર મહિનાના અંતમાં વધીને રૂ.૩૦૦૦ની સપાટીએ ભાવ પહોંચી ગયા છે. સુગર કંપનીઓની ખરીદ પડતર પણ ઊંચી આવી રહી છે. જેની અસરે સ્થાનિક હાજર બજારમાં ખાંડના ભાવમાં મજબૂત સુધારો તરફી ચાલ જોવા મળી છે.

You might also like