ખાંડના વાયદા પર પ્રતિબંધ આવી શકે છે

મુંબઇ: તહેવારો પૂર્વે જ ખાંડના ભાવમાં મજબૂત ટ્રેન્ડ જોવા મળ્યો છે. સ્થાનિક બજારમાં ખાંડના ભાવે પ્રતિકિલોએ ૪૦ની સપાટી પાર કરી દીધી છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં ખાંડના ભાવમાં પ્રતિકિલોએ રૂ. ૧૨થી ૧૫નો વધારો જોવાઇ ચૂક્યો છે. ગણેશ ચતુર્થી, નવરાત્રિ તથા દિવાળીના તહેવારોના આગામી દિવસોમાં ખાંડના ભાવમાં વધુ સુધારો આવી શકે છે.

દરમિયાન નાણાપ્રધાન સાથે યોજાયેલી બેઠકમાં કન્ઝ્યુમર અફેર્સ વિભાગ અને કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ફૂડ સેક્રેટરી વૃંદા સ્વરૂપના જણાવ્યા પ્રમાણે ખાંડના વાયદા ઉપર હાલ પ્રતિબંધ મૂકવાનું નક્કી કરવામાં આવ્યું નથી. ખાંડના વાયદાનો વેપાર મોટા ભાગે એનસીડીઇએક્સ ઉપર થાય છે. એક્સચેન્જે પહેલાંથી માર્જિનની રકમમાં વધારો કર્યો છે.

ઇન્ડિયન શુગર મિલ્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે ખાંડનો બજારમાં પૂરતો સ્ટોક છે. નોંધનીય છે કે અગાઉ સરકાર દ્વારા વધતા ખાંડના ભાવને અંકુશમાં મૂકવા ૨૦ ટકા એક્સપોર્ટ ડ્યૂટી લાદવામાં આવી છે, જેથી સ્થાનિક બજારમાં પુરવઠો જળવાઇ રહે.

You might also like