હવે ઘરે મહેમાન માટે બનાવો સુગર ફ્રી ડ્રાયફ્રૂટ્સ લાડુ

દરેક લોકોનાં મનમાં લાડુનો વિચાર આવતા જ મોંઢામાં પાણી આવી જાય. પરંતુ શું તમને ખ્યાલ છે કે આપણે ત્યાં અલગ-અલગ પ્રકારનાં અને અલગ-અલગ તહેવારોનાં લાડુ બનાવવામાં આવે છે.

અમે આજે તમને એક એવી હેલ્ધી રેસિપી બનાવતા શીખવીશું કે જેને તમે દિલ ખોલીને ખાઈ શકશો. આજે અમે તમને ડ્રાયફ્રુટ્સનાં લાડુ બનાવતા શીખવીશું. કે જેને તમે દિલ ખોલીને ખાઇ શકશો અને ડાયાબિટીઝ તેમજ હદયની બીમારીઓ પણ દૂર કરી શકશો.

ડ્રાયફ્રુટ્સનાં લાડુ બનાવવા માટેની સામગ્રીઃ
બીજ વગરની ખજૂર- ૧ કપ
અંજીર- ૧ કપ
કાપેલી બદામ- ૧/૨ કપ
કાપેલા પિસ્તા- ૧/૨ કપ
કાપેલા કાજુ- ૧/૨ કપ
સુકી દ્વાક્ષ- ૧ મોટો કપ
ગ્રેટ કરેલું નારીયેળ- ૧/૨ કપ
ખસખસ- ૧/૨ કપ
માખણ- ૧ મોટી ચમચી

ડ્રાયફ્રુટ્સનાં લાડુ બનાવવા માટેની રીતઃ

સૌ પ્રથમ તમે એક મિક્સર અને અંજીર લો. તેમાં તમે મિક્સરમાં અંજીરને પીસી લો.પછી મોટી સુકી દ્વાક્ષનાં દાણા પણ નીકાળી લો. હવે એક પેન લો. તેમાં માખણને ગળવા માટે નાંખી દો અને પછી તેમાં ખજૂર નાંખીને તેને થોડી તળી લો.

ત્યાર બાદ તેમાં બદામ, પિસ્તા, કાજુ, અંજીર, સુકી દ્વાક્ષ નાંખીને તેને બરાબર રીતે મિક્સ કરી લો. હવે એક પ્લેટ લો. તેમાં ખસખસ અને ગ્રેટ કરેલું નારીયેળ નાંખી બરાબર રીતે તેને મેળવી દો.

હવે લાડુ બનાવ્યા બાદ તેને આ મિશ્રણમાં સારી રીતે રોલ કરી લો. તો હવે તમારા માટે તૈયાર છે આ હેલ્દી ડ્રાયફ્રૂટ્સનાં લાડુ.

You might also like