શુગરફ્રી ડ્રિન્ક પણ દાંત માટે નુકસાનકારક

ગળી વસ્તુ ખાવા કે પીવાથી દાંતમાં નુકસાન થાય છે એમ વિચારીને તમે સુગરફ્રી પીણા પીવાનું શરૂ કરતાં હોય તો તે પણ દાંત માટે એટલું જ નુકસાનકારક છે. ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ મેલબોર્નના રિસર્ચરોએ ૨૩ અલગ અલગ પ્રકારની સોફ્ટડ્રિન્ક અને સ્પોર્ટ્સ ડ્રિન્ક પર રિસર્ચ કર્યું.

અા પીણામાં એસિડિત દ્રવ્યો અતિશય માત્રામાં હતા. સુગરફ્રી પીણામાં રહેલા અાવા એસિડિત દ્રવ્યો દાંતની ઉપરના ઈનેમલને ઓગાળી નાખે છે. અા દ્રવ્યો એટલા સ્ટ્રોન્ગ હતા કે તેનાથી ઈનેમલનું અાવરણ તુટીને અંદરનો પોચો ભાગ બહાર એક્સપોઝ થવાનું જોખમ વધી ગયું. અા ડ્રિન્ક પીવાથી દાંતની ઉપરનું અાવરણ ૩૦થી ૫૦ ટકા પોચુ પડી જાય છે.

You might also like