વધુ ખાંડ ખાવાથી કેન્સરના કોષો વધુ અગ્રેસિવ બને છે

રિફાઈન્ડ શુગર અને કેન્સરના ગ્રોથને સીધો સંબંધ છે એવું ઘણા અભ્યાસોમાં નોંધાયું છે, પરંતુ કઈ રીતે એનો ખુલાસો બેલ્જિયમના યુનિવર્સિટીના અભ્યાસકર્તાઓએ ભેગા મળીને તારવ્યું છે કે રિફાઈન્ડ શુગરને કારણે કેન્સરની ગાંઠને ગ્રોથ ખૂબ ઝડપથી થાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે શુગરને કારણે કેન્સરના કોષો જાગી જાય છે. કોષોને ખૂબબધી એનર્જી મળે છે જેને કારણે કેન્સરના કોષોનું મલ્ટિપ્લાય થવાનું પ્રમાણ અચાનક જ વધી જાય છે. નવ વર્ષના લાંબા અભ્યાસ પછી અભ્યાસકર્તાઓ અા તારણ પર અાવ્યા છે.

You might also like