શુગર કંપનીના શેર એક વર્ષમાં ૨૦૦ ટકા ઊછળ્યા

અમદાવાદ: શેરડીના ઓછા ઉત્પાદનના કારણે ખાંડના ભાવમાં પાછલાં એક વર્ષમાં ૬૦થી ૮૦ ટકાનો ઉછાળો નોંધાઇ ચૂક્યો છે, જેના પગલે શુગર કંપનીઓની બેલેન્સશીટમાં પણ મજબૂત સુધારો નોંધાયો છે. પાછલા એક જ વર્ષમાં શુગર કંપનીના શેરના ભાવમાં ૨૦૦ ટકાથી વધુનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં ખાંડનું પ્રોડક્શન આ વખતે નીચું છે એટલું જ નહીં શેરડીનો પાક પણ આ વખતે ઓછો આવ્યો છે, જેના પગલે શુગર કંપનીઓ પાસે જે સ્ટોક છે તે સ્ટોક બજારમાં ધીમે ધીમે સપ્લાય કરી રહી છે. કંપનીઓને ઊંચા ભાવ મળવાના કારણે શુગર કંપનીઓના શેરમાં મજબૂત સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે.

શુગર શેર એક વર્ષમાં ઊછળ્યા
બલરામપુર ચીની ૬૨.૦૧ ટકા
ત્રિવેણી એન્જિ. ૫૦.૪૨ ટકા
દાલમિયા શુગર ૧૮૫.૯૧ ટકા
દ્વારકેશ શુગર ૨૪૯.૬૮ ટકા
ઓઘ શુગર ૨૪૦.૩૨ ટકા
પોની શુગર ૨૭.૫૨ ટકા
ડીસીએમ શ્રીરામ ૨૩૨.૨૩ ટકા
આંધ્ર શુગર ૭૦.૪૭ ટકા

You might also like