શુગર કંપનીના શેરમાં ઉછાળો

અમદાવાદ: શુગર કંપનીના શેરમાં તેજીની ચાલ જોવા મળી છે. નીચી કિંમતે આયાત રોકવા તથા સ્થાનિક શુગર કંપનીઓને રાહત આપવા સરકાર આયાત ડ્યૂટીમાં વધારો કરે તેવી શક્યતાઓ પાછળ શુગર કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો છે. નોંધનીય છે કે હાલ ૪૦ ટકા આયાત ડ્યૂટી લાદવામાં આવી રહી છે, જેમાં ૨૦ ટકાનો વધારો કરીને ૬૦ ટકા કરવામાં આવે તેવી શક્યતાઓ છે.

દરમિયાન આયાત ડ્યૂટી વધારવાના સરકારના સકારાત્મક પ્રયત્નોના પગલે શુગર કંપનીના શેરમાં ગઇ કાલે ચાર ટકાથી ૨૦ ટકાનો ઉછાળો નોંધાયો છે. સરકારે પાંચ લાખ ટન રો-શુગરની આયાતને મંજૂરી આપી દીધી છે. શુગર સેક્ટરના જાણકારોના જણાવ્યા પ્રમાણે આ શુગરની આયાત સ્થાનિક બજારમાં થઇ ચૂકી છે. વૈશ્વિક બજારમાં રો-શુગરની કિંમતમાં ભારે ઘટાડો તથા ૪૦ ટકા જેટલી નીચી આયાત ડ્યૂટીના કારણે શુગરની આયાતના ફાયદાનો સોદો થઇ શકે છે. નીચા ભાવે બ્રાઝિલમાંથી મોટા ભાગની શુગરની આયાત થાય તેવી શક્યતાઓ પાછળ આયાત ડ્યૂટીમાં વધારો થઇ શકે છે, જેના પગલે સ્થાનિક શુગર કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો છે.

ગઈ કાલે જોવાયેલો ઉછાળો
શ્રી રેણુકા શુગર ૨૦.૦૦ ટકા
રાજશ્રી શુગર ૯.૪૩ ટકા
બજાજ હિંદ ૯.૦૦ ટકા
રાના શુગર ૮.૮૦ ટકા
ઉગર શુગર વર્ક્સ ૮.૭૯ ટકા
ઉત્તમ શુગર ૭.૫૪ ટકા
કેસીપી શુગર ૫.૬૯ ટકા
ધામપુર શુગર ૫.૫૮ ટકા
ગિરધારી શુગર ૪.૯૭ ટકા
એમપી શુગર ૪.૨૧ ટકા
http://sambhaavnews.com/

You might also like