શુગર કંપનીના શેરના ભાવમાં મીઠાશ વધી

અમદાવાદ: સરકારે ૩૦ લાખ ટન ખાંડનો બફર સ્ટોક બનાવવા પર ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે જેના પગલે શુગર કંપનીઓને સીધો ફાયદો થશે. તેના સેન્ટિમેન્ટ પાછળ આજે મોટાભાગની શુગર કંપનીઓના શેરમાં મજબૂત સુધારાની ચાલ જોવા મળી હતી.

શુગર કંપનીઓને એક અંદાજ મુજબ રૂપિયા રર હજાર કરોડ બાકી લેણાં ચુકવવામાં મદદ મળશે અને તેના કારણે કંપનીઓની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે તેવી શકયતાઓ સાથે આજે મોટાભાગની શુગર કંપનીઓના શેરમાં નીચા મથાળે લેવાલી જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે દેશમાં વર્ષ ર૦૧૭-૧૮માં ઓક્ટોબર-સપ્ટેમ્બરના સમયગાળામાં ૩.૧૬ કરોડ ટન ખાંડનો ઉત્પાદન થવાના કારણે ખાંડની કિંમતોમાં પણ ભારે ઘટાડો નોંધાયો હતો.

You might also like