શુગર કંપનીના શેરમાં મીઠાશ વધી

કેન્દ્ર સરકારે ખાંડના ઊંચા ઉત્પાદનના પગલે ‘સ્ટોક લિમિટ’ સમય કરતા વહેલી દૂર કરતા મોટા ભાગની શુગર કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો છે. નોંધનીય છે કે સ્ટોક લિમિટનું મુદત ૩૧ ડિસેમ્બરે પૂરી થતી હતી. શુગર મિલોના ઊંચા ઉત્પાદન તથા પાછલા વર્ષની સરખામણીએ ૩૦ ટકા વધુ ઉત્પાદનના સમાચારના પગલે હાજર બજારમાં ખાંડના ભાવમાં છેલ્લા બે મહિનામાં ૪૦૦ રૂપિયા કરતા પણ વધુનો ઘટાડો નોંધાઇ ચૂક્યો હતો.

દરમિયાન તાત્કાલિક અસરથી સ્ટોક લિમિટ દૂર કરતા શુગર કંપનીના શેરમાં ગઇ કાલે ચાર ટકાથી ૧૩ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. શ્રી રેણુકા શુગર, મવાના શુગર, શક્તિ શુગર, રાજશ્રી શુગર, રાના શુગર અને શિંભોલી શુગર કંપનીના શેરમાં મજબૂત સુધારો જોવાયો હતો.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સરકારના નિર્ણયના પગલે શુગર કંપનીઓને તેનો સીધો ફાયદો થશે તેવા સેન્ટિમેન્ટ પાછળ શુગર કંપનીના શેર સુધર્યા હતા. નોંધનીય છે કે સ્ટોક લિમિટના પગલે કોલકાતા અને પૂર્વોત્તર પ્રદેશ સિવાય સમગ્ર દેશમાં ૫૦૦ ટનથી વધુ ખાંડ રાખવા ઉપર પ્રતિબંધ હતો.

શુગર કંપનીના શેરમાં ઉછાળો

કંપનીનું નામ             ટકાવારીમાં ઉછાળો
મવાના શુગર                 ૧૩.૦૪ ટકા
બલરામપુર ચીની          ૪.૫૧ ટકા
ત્રિવેણી એન્જિ.                ૫.૧૫ ટકા
ધામપુર શુગર                 ૫.૫૬ ટકા
શ્રી રેણુકા                         ૭.૧૯ ટકા
શક્તિ શુગર                    ૬.૧૨ ટકા
રાજશ્રી શુગર                  ૬.૧૯ ટકા
રાના શુગર                     ૬.૭૪ ટકા
શિંભોલી શુગર                ૬.૩૭ ટકા

You might also like