‘તું માને યા ન માને દિલદારા…’ ફેઇમ સુફી ગાયક પ્યારેલાલ વડાલીનું નિધન

સુફી પ્યારેલાલ વડાલીનું 75 વર્ષની ઉમંરે નિધન થયુ છે. પ્યારેલાલ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. તેમને અમૃતસરની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોએ પાંચ કલાકની સુધી તેમને બચાવવા કોશિશ કરી પરંતુ તેઓ સફળ રહ્યાં નહોતા, અને અંતમાં સુફી ગાયકે સવારે 4 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. મૃત્યુ પછી તેમના મૃતદેહને તેમના ગામમાં લઇ જવામાં આવ્યો છે અને તેમના ચાહકો માટે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે.

પ્યારેલાલ પૂનમચંદ વડાલીના નાના ભાઈ હતા. વડાલી બ્રધર્સનું ગીત ‘તું માને યા ન માને’ આજે પણ લોક હૈયામાં ધબકી રહ્યું છે. ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’માં આવેલું ગીત ‘એ રંગ રેંજ મેરે’ સમગ્ર બોલીવુડમાં હિટ રહ્યું હતું. વડાલી બ્રધર્સને તેમના કામ માટે 1992માં સંગીત નાટક એકેડમી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 1998માં તેમને તુલસી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

You might also like