સેંટાક્લોઝની 1 હજાર મુર્તિઓ બનાવીને સુદર્શને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ભુવનેશ્વર : આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રખ્યાત ઇન્ડિયન સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ક્રિસમસના પ્રસંગે પુરીના સમુદ્ર કિનારે 1 હજાર સાન્તાક્લોઝની મુર્તિઓ બનાવીને ઇતિહાસ રચી દીધો હતો. આ સુંદરકલાકૃતીનાં કારણે તેમનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાખલ થયું છે અને વર્લ્ડ રેકોર્ડમાં પણ તેમને સ્થાન મળી શકે છે.

પટનાયકનાં અનુસાર લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનાં વરિષ્ઠ એડીટર આર્થી મુથન્ન સિંઘે એક ઇમેઇલ દ્વારા સુદર્શનને શુભકામનાઓ પાઠવી હતી અને તેમની રચનાનો વર્લ્ડ રેકોર્ડ બન્યો હોવાની વાતની પણ પૃષ્ટી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આટલા મોટાપ્રમાણમાં સાન્તા બનાવવાનો અગાઉનો રેકોર્ડ પણ સુદર્શનનાં નામે જ હતો.

પટનાયકે કહ્યું કે પુરીમાં સૈંટાનો તહેવાર કાલે સાંજથી ચાલુ થયો અને 1 જાન્યુઆરી સુધી ચાલશે. સુદર્શને સૈંટા ક્લોજની રેતીની 1 હજાર મુર્તિઓ બનાવીને વર્ષ 2012માં પોતાની જ લિમ્કા બુક ઓફ રેકોર્ડ તોડ્યો છે. તેમાં તેમણે સાન્તાક્લોઝની 500 મુર્તિઓ બનાવીને રેકોર્ડ બનાવ્યો હતો. સુદર્શને કહ્યું કે તેમને સેન્ડ આર્ટ સ્કુલનાં 35 બાળકોની ટીમને આ બનાવવા માટે 4 દિવસનો સમય લાગ્યો હતો. અને 1 હજાર ટન રેતીનો ઉપયોગ થયો હતો.

You might also like