ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં બની આવી ઘટના, જાણી તમને પણ થશે આશ્ચર્ય!!

કોલકાતાઃ ગઈ કાલે ભારત-શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ ડ્રો રહી. આ ટેસ્ટ ઘણી બધી રીતે મહત્ત્વની રહી. આ ટેસ્ટ મેચને ઘણા બધા રેકોર્ડ્સ માટે યાદ રખાશે, ખાસ કરીને ફાસ્ટ બોલર્સ માટે. બહુ લાંબા સમય પછી ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં એવું બન્યું, જ્યારે એક ટેસ્ટ મેચમાં કોઈ સ્પિનર એક પણ વિકેટ ઝડપી ના શક્યો. કોલકાતા ટેસ્ટમાં જેટલી પણ વિકેટ પડી, એ બધી ભારત તરફથી તેના ફાસ્ટ બોલર્સે ઝડપી. આ ટેસ્ટમાં બંને સ્પિનર- અશ્વિન અને જાડેજા ખાલી હાથે જ પેવેલિયનમાં પાછા ફર્યા.

આંકડાની  દૃષ્ટિએ જોવામાં આવે તો ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં કુલ ૫૧૬ ટેસ્ટ મેચ રમી છે. એમાંથી ૨૬૨ ટેસ્ટ બાદ એવું પહેલી વાર બન્યું છે કે ટીમ ઇન્ડિયાનો કોઈ સ્પિનર એક પણ વિકેટ ઝડપી શક્યો નહીં. બંને ઇનિંગ્સમાં મળીને ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર્સે કુલ ૧૭ વિકેટ ઝડપી. આ ૧૭ વિકેટમાંથી આઠ વિકેટ ભુવીના ખાતામાં, છ વિકેટ શામીએ અને ત્રણ વિકેટ ઉમેશ યાદવે ઝડપી. આમ લાંબા સમય બાદ ટીમમાં પાછા ફરેલા અશ્વિન અને જાડેજાનાં ખાતાં વિકેટ ઝડપવાના મામલામાં ખાલી જ રહ્યા.

You might also like