સંસદના મોનસૂન સત્ર પહેલાં થઇ શકે છે રિઝર્વ બેંકના નવા ગર્વનરના નામની જાહેરાત

નવી દિલ્હી: રિઝર્વ બેંકના નવા ગવર્નરની પસંદગી આગામી સંસદના મોનસૂન સત્રની શરૂઆત પહેલાં થઇ શકે છે અને આ મામલે રિઝર્વ બેંકના પૂર્વ ડેપ્યૂટી ગર્વનર રાકેશ મોહન મુખ્ય સંભવિત ઉમેદવાર બની શકે છે.

નાણા મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે સરકાર રઘુરામ રાજનના ઉત્તરાધિકારીની પસંદગી કરવાની તૈયારીમાં છે. રાજને ગત અઠવાડિયે જ જાહેરાત કરી હતી કે તે 04 સપ્ટેમ્બરના રોજ પોતાનો કાર્યકાળ ખતમ થયા બાદ બીજો કાર્યકાળ સ્વિકારશે નહી. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા ગર્વનરના નામની જાહેરાત જુલાઇના મધ્ય સુધી થઇ શકે છે. રાકેશ મોહન અત્યારે વોશિંગટન સ્થિત આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષમાં ભારતના કાર્યકારી નિર્દેશક છે.

સરકારી ગ્રુપમાં આરબીઆર પ્રમુખ પદની દોડમાં તેમને સૌથી પ્રબળ ઉમેદવાર માનવામાં આવી રહ્યાં છે. રિઝર્વ બેંકના પ્રમુખનું પદ પ્રાપ્ત કરવાને દોડમાં તે સૌથી આગળ ચાલી રહેલા અન્ય સંભવિત ઉમેદવારોમાં સ્ટેટ બેંક પ્રમુખ અરૂંધતિ ભટ્ટાચાર્ય, આરબીઆઇના ડેપ્યુટી ગર્વનર સુબીર ગોકર્ણ અને આર્થિક મામલાના સચિવ શક્તિકાંત દાસ સામેલ છે. આરબીઆઇના ડેપ્યૂટી ગવર્નર ઉર્જિત પટેલ અને મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમના નામ પર પણ વિચાર થઇ રહ્યો હોવાના સમાચાર છે.

મોહને યૂનિવર્સિટી ઓફ લંડન યૂનિવર્સિટીના ઇંપીરિયલ કોલેજ અને યેલ યૂનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. તેમણે પ્રિંસ્ટનથી અર્થશાસ્ત્રમાં પીએચડી કરી છે. તે 09 સપ્ટેમ્બર 2002થી 31 ઓક્ટોબર 2004 અને 02 જુલાઇ 2005થી 10 જૂન 2009 દરમિયાન ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના ડેપ્યુટી ગર્વનર રહ્યા છે.

આ ઉપરાંત 31 ઓક્ટોબર 2004 થી 02 જુલાઇ 2005 દરમિયાન તે નાણા મંત્રાલયમાં આર્થિક મામલાના સચિવ હતા. તે 2001 02 દરમિયાન નાણામંત્રાલ્યમાં મુખ્ય આર્થિક સલાહકાર પણ હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રિઝર્વ બેંકના પ્રમુખની નિમણૂંક વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી, નાણામંત્રી અરૂણ જેટલી સાથે ચર્ચા કરશે. પોતાના ઉપર સતત થઇ રહેલા રાજકીય હુમલા વચ્ચે રાજને શનિવારે જાહેરાત કરી હતી કે 04 સપ્ટેમ્બરના રોજ પોતાનો કાર્યકાળ સમાપ્ત થતાં પઠન પાઠન ક્ષેત્રમાં પરત ફરશે. આ પ્રકારે તેમણે દરેક પ્રકારની અટકળો પર વિરામ લગાવી દીધો.

You might also like