બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ : ઉત્તર કોરિયા ઇચ્છે તો અમેરિકાને ચપટીમાં ચોળી નાખવા સમર્થ

સોલ : ઉત્તર કોરિયાએ દાવો કર્યો છે કે તેણે ICBM(આંતર મહાદ્વીપિય બેલેસ્ટિક મિસાઇલ) માટે ડિઝાઇન કરાયેલા એન્જિનનો સફળ ટેસ્ટ કર્યો છે. આ સફળ પરિક્ષણ બાદ હવે તે ઇચ્છે છે અમેરિકાને પણ ચપટીમાં ચોળી શકે છે. KCNA (કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી)એ કિમ જોંગ ઉનનાં હવાલાથી કહ્યું કે ઉત્તર કોરિયા હવે વધારે શક્તિશાળી પરમાણુ હથિયાર લઇ જતી બેલેસ્ટિક મિસાઇલ બનાવવામાં સફળ રહ્યું છે. આ મિસાઇલની મદદથી તે અમેરિકાને પણ રાખ કરી શકે છે અને પૃથ્વી પરથી અમેરિકાનું અસ્તિત્વ મિટાવી દેવા માટે પણ સમર્થ છે.

એજન્સીનાં સમાચાર જો સાચા હશે તો ઉત્તર કોરિયાનાં પરમાણુ હથિયાર કાર્યક્રમની દિશામાં આ ખુબ જ મહત્વનું પગલું હશે. આ વર્ષી શરૂઆતમાં જ ઉત્ત કોરિયાએ ચોથુ પરમાણુ પરિક્ષણ કર્યું હશે. ઉત્તર કોરિયા અમેરિકી ભૂવિભાગ પર પરમાણું મિસાઇલ લોન્ચ કરી શકે છે. જો કે હજી તેમાં તેણે ઘણી મહેનત કરવાની જરૂર છે. દક્ષિણ કોરિયન અધિકારીઓએ જણાવ્યું કે ઉત્તર કોરિયાની પાસે અત્યાર સુધી કોઇ વિશ્વસનીય અ્ંત્ર મહાદ્વિપીય બેલેસ્ટિક મિસાઇલ નથી.

ઉત્તર કોરિયાની અધિકારીક સમાચાર એજન્સી કેસીએનએ દ્વારા આ પરિક્ષણની જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકા અને દક્ષિણ કોરિયા આ પગલાને યુદ્ધમાટે ઉકસાવનારૂ ગણાવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઉત્તર કોરિયાની કોઇ પણ બેલેસ્ટિક ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેનું ઉલ્લંઘન કરતા ઉત્તર કોરિયાએ ગત્ત મહિને જ મધ્યમ દુરીની બેલેસ્ટિક મિસાઇલનું પ્રક્ષેપણ કર્યું હતું. વર્ષ 2014 પછથી ઉત્તર કોરિયાની આ પહેલી મધ્યમ અંતરની મિસાઇલનું પરિક્ષણ હતું. કેસીએનએનાં અનુસાર ઉત્તર કોરિયા પોતાની આ નવી સિદ્ધીથી ખુબ જ ઉત્સાહીત છે. જો કે આ પરિક્ષણ કયારે અને ક્યાં થયું તે અંગે કોઇ જ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.

You might also like