પાકે બાબર બાદ અબાબીલ મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ

ઇસ્લામાબાદ : પાકિસ્તાને રડારની પકડમાં નહી આવતું અને 2200 કિલોમીટરની રેન્જનું આયુધ લઇ જવા સમક્ષ જમીન થી જમીન સુધી માર કરી શકતી બેલેસ્ટીક મિસાઇલ અબાબીલનું સફળતાપુર્વ પહેલુ પરિક્ષણ કર્યું હતું. ભારતે કેટલાક શહેરો આ મિસાઇલનાં નિશાન પર આવી ગયા છે. પાકિસ્તાની સેનાનાં પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે એક નિવેદનમાં કહ્યું કે અબાબીલ મલ્ટિપલ ઇડિપેડેટ રિ એન્ટ્રી વેહીકલ ટેકનીકનો ઉપયોગ કરીને 2200 કિલોમીટરનું મહત્તમ અંતર સુધી પરમાણુ આયુધ લઇ જવા સક્ષમ છે.

પાકિસ્તાનની ઇન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સને એક નિવેદનમાં કહ્યું કે અબાબીલ પરમાણુ આયુધોને લઇ જવા સક્ષણ છે અને તેની ક્ષમતા ઉચ્ચ સટીકતા સાથે દુશ્મનનાં રડારમાં આવ્યા વગર એક સાથે અનેક લક્ષ્યો ભેદી શકે છે.

આઇએસપીઆરે એક નિવેદનમાં જણાવ્યું કે, આ પરીક્ષણ આયુધ પ્રણાલીની અલગ અલગ ડિઝાઇન અને ટેક્નિકલ પાસાઓનાં માન્યકરણ માટે કરવામાં આવ્યું હતું. જો કે પાકે કહ્યું કે અબાબીલ પ્રણાલીનો વિકાસ વિસ્તારમાં વધી રહેલ બેલેસ્ટિક મિસાઇલમાં સંરક્ષણ માટે કરવામાં આવ્યું છે.

You might also like