બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ : દુશ્મનનો હવામાં જ કરશે ખાતમો

નવી દિલ્હી : ભારતે રક્ષા ક્ષેત્રમાં એક મોટી સફળતા મેળવતા બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતુ. ઇંટરસેપ્શન ટેક્નોલોજી વાળી આ મિસાઇલના ટ્રાયલ દરમિયાન જમીનથી 97 કિલોમીટરની ઊંચાઇ પર દુશ્મન મિસાઇલનો ખાત્મો કરી દીધો. ઉચ્ચ ટેકનિકવાળી આ મિસાઇલનું સફળ પરીક્ષણ ભારત માટે એક મોટી સફળતી માનવામાં આવી રહી છે.

જે બેલેસ્ટિક મિસાઇલ વાળા દુશ્મન દેશોને જવાબ આપવા માટે મોટો હથિયાર બનશે, અને ભારત માટે સુરક્ષા કવચનું કામ કરશે. આ મિસાઇલથી ભારતની સૈન્ય તાકાતમાં વધારો થયો છે.

ખાસ કરીને પાકિસ્તાન અને ચીનના હુમલાઓનો જવાબ આપવામાં આ મિસાઇલ મહત્વનો રોલ ભજવશે. ભારતના બન્ને પાડોશી દેશ ચીન અને પાકિસ્તાન બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરી ચુક્યા છે.

You might also like