સંપુર્ણ સ્વદેશી પૃથ્વી -2નું સફળ પરિક્ષણ : ભારતની વધુ એક સિદ્ધિ

બાલસોર : ઓરિસ્સામાં બાલસોર જિલ્લાનાં ચાંદીપુર સમેકિત પરિક્ષણ રેન્જથી પૃથ્વી -2 મિસાઇલનું સોમવારે સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આઇટીઆર સુત્રોએ જણાવ્યુ કે સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન (ડીઆરડીઓ) દ્વારા વિકસીત પૃથ્વી -2 મિસાઇલનું પ્રક્ષેપણ પરિસર-3નાં એક મોબાઇલ લોન્ચરથી સવારે 9.40એ કરવામાં આવ્યું હતું. આ પહેલી મિસાઇલ છે જેને ડીઆરડીઓએ ઇન્ટીગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ તૈયાર કરી હતી.

500 થી 1000 કિલોગ્રામ સુધીના વજનની અસ્ત્ર લઇ જવાની ક્ષમતા વાળી આ મિસાઇલ દેશમાં જ બનાવાઇ છે. સપાટીથી સપાટી પર 350 કિલોમીટરનાં અંતર સુધી માર કરવાની ક્ષમતાવાળી પૃથ્વી મિસાઇલમાં તરલ ઇંધણવાળા બે એન્જિન લગાવાયેલા છે. જેને તરલ અને નક્કર બંન્ને પ્રકારનાં એન્જિનથી સંચાલિત કરી શકાય છે.

આ આ મિસાઇલ પરંપરાગત અને પરમાણુ, બંન્ને પ્રકારનાં હથિયારો લઇ જવા માટે સક્ષણ છે. 8.56 મીટર લાંબી, 1.1 મીટર પહોળી અને 4600 કિલોગ્રામ વજનની આ મિસાઇલ 483 સેકન્ડ સુધી અને 43.5 કિલોમીટરની ઉંચાઇ સુધી ઉડ્યન કરી શકે છે. પરિક્ષણ દરમિયાન ત્યાં આઇટીઆર, ડીઆરડીઓનાં અધિકારીઓ અને વૈજ્ઞાનિકો પણ હાજર રહ્યા હતા.

You might also like