બાહુબલી-2નું નવું ટીઝર રૂવાડા ઉભા કરી દેશે, જુઓ વીડિયો

મુંબઇઃ ભારતની પ્રથમ હજાર કરોડી ફિલ્મ બાહુબલી-2ની સફળતા રોકવાનું નામ લઇ રહી નથી. ફિલ્મ જોયા બાદ દર્શકો તેના સીન, ડાયલોગ, સ્ટોરી બધા અંગે ગજબનો રિવ્યુ કરી રહ્યાં છે. બાહુબલી-2 એટલી બધી સફળ થઇ છે કે ફિલ્મમેકર્સે ફિલ્મનો નવો પ્રોમો રીલીઝ કર્યો છે. આ પ્રોમોમાં 1000 કરોડ કમાવાનો જશ્ન જોવા મળી રહ્યો છે. તેને ટવિટર દ્વારા ફિલ્મમાં શેર કરવામાં આવ્યો છે. પહેલા દિવસે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ગજબની કમાલ દર્શાવી છે. માત્ર નવ દિવસમાં જ આ ફિલ્મે ભારતમાં 1000 કરોડ ક્લબની શરૂઆત કરી છે.


તમને જણાવી દઇએ કે આ પહેલાં એક પણ ભારતીય ફિલ્મે વર્લ્ડ વાઇલ્ડ બોક્સ ઓફિસ પર આટલી કમાણી કરી નથી. આ પ્રોમોમાં ફિલ્મના કેટલાક સીન દર્શાવવામાં આવ્યા છે. જેને પણ પસંદ કરવામાં આવ્યાં છે. આ ટીઝર તેલુગુ ભાષામાં છે. આ ફિલ્મ 1000 કરોડની કમાણી કરી લીધી છે. અને હજી પણ કમાણી ચાલું જ છે. સિનેમા ઘરોમાં આ ફિલ્મ હજી પણ હાઉસફૂલ જઇ રહી છે.

http://sambhaavnews.com/

You might also like