સફળ થવું હોય તો હેલ્ધી લાઈફસ્ટાઈલ કેળવો

જાત પર નિયંત્રણ લાવીને સારી અાદતો કેળવવી હોય, તેમ જ નોકરીમાં ઊંચો ધ્યેય મેળવવો હોય અથવા ધંધામાં તમારા લક્ષ્યને અાંબીને વિકાસ કરવો હોય તો મોટાભાગના લોકો ખાઈ-પીને મહેનત કરવા લાગે છે. રાત-દિવસ જોયા વગર વધુ કામ કરવાથી જાત પર નિયંત્રણ લાવવાનું કે ધ્યેય હાંસલ કરવાનું સપનું સાકાર થઈ શકતું નથી. બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે સૌથી પહેલા હેલ્ધી લાઈફસ્ટાઈલ કેળવવાથી જીવનમાં સિસ્ત અાવે છે. નિયમિત એક્સર્સાઈઝ કરવી, જંકફૂડ અવોઈડ કરવું, ભોજનમાં નિયમિતતા જાળવવી જેવી બાબતોથી તમે સફળ બની શકો છો.

You might also like