સફળતા જવાબદારી પણ લાવે છેઃ વરુણ ધવન

તાજેતરમાં રિલીઝ થયેલી ‘ઢિશૂમ’ ફિલ્મથી વરુણ ધવનની છબી ચોકલેટી બોયમાંથી એક્શન સ્ટારની બની. પહેલી વાર વરુણ ધવન સ્ટંટ કરતો જોવા મળ્યો. લોકોઅે તેને ખૂબ પસંદ કર્યો. અા ફિલ્મમાં ઘણા બધા સિ‌નિયર કલાકારો પણ હતા, પરંતુ વરુણે ક્યારેય પણ અસુરક્ષાની ભાવના અનુભવી નથી. તે કહે છે કે સિ‌નિયર સાથે કામ કરીને ઘણું બધું શીખવા મળે છે. ઘણા સમય બાદ અા ફિલ્મથી કમબેક કરી રહેલા અક્ષય ખન્ના સાથે પણ મને ઘણું બધું શીખવા મળ્યું. સિ‌નિયર કલાકારો હંમેશાં પોતાના કામ પ્રત્યે સમર્પિત હોય છે. તેમની સાથે કામ કરવાની ખરેખર મજા અાવે છે.

વરુણ કહે છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અાવ્યા બાદ મારામાં ઘણું પરિવર્તન અાવ્યું છે. મારી જવાબદારીઅો ઘણી વધી ગઈ છે. પહેલાં હું ઇન્ડસ્ટ્રીમાં નવો હતો, પરંતુ હવે મને ઘણા લોકો જાણી ચૂક્યા છે અને મારી ફિલ્મો પણ હિટ થઈ ચૂકી છે. ફિલ્મ હિટ થતાં ખુશી તો થાય છે, પરંતુ જવાબદારીઅો વધવાનો અહેસાસ પણ થાય છે. હું એટલું જ કહેવા ઇચ્છું છું કે સફળતા બાદ તમારી સામે એક નવો પડકાર હોય છે, જે તમારે સ્વીકારવો પડે છે, કેમ કે એક સફળ કલાકારની અા જ અોળખ હોય છે.

બાયોપિકના અા સમયમાં શું વરુણ કોઈની બાયોપિકમાં કામ કરવા ઇચ્છે છે. વરુણ કહે છે કે મેં જે લોકો એવી ફિલ્મો કરે છે તેમના માટે તે છોડી દીધી છે. મેં હજુ સુધી કોઈ પણ બાયો‌િપકમાં કામ કરવાનું વિચાર્યું નથી, જોકે તેનો અર્થ અે નથી કે હું ભવિષ્યમાં કોઈ બાયો‌િપકમાં કામ નહીં કરું. મને જો કોઈ પ્રકારની બાયો‌િપક પસંદ પડશે તો હું તેમાં કામ જરૂર કરીશ.

You might also like