ત્રણ બિઝનેસ માટે રૂ. બે કરોડ સુધીની મળશે સબસિડી

નવી દિલ્હી: જો તમે બિઝનેસ કરવા માગતા હો તો સરકાર કેટલાક બિઝનેસ પર કરોડો રૂપિયાની સબસિડી આપે છે. સરકાર અલગ અલગ યોજના હેઠળ રૂ. બે કરોડ સુધીની સબસિડી આપે છે.

બિઝનેસના વિસ્તરણ માટે પણ સબસિડી ઉપલબ્ધ છે. જો તમે ફૂટવેર, ફૂટવેર કોમ્પોનન્ટ્સ અને લેધર પ્રોડક્ટ્સનો બિઝનેસ શરૂ કરવા ઇચ્છતા હો અથવા વિસ્તરણ કરવા માગતા હો તો સરકાર પ્લાન્ટ અને મશીનરીની કુલ કિંમતના ૩૦ ટકા ઇન્વેસ્ટમેન્ટ ગ્રાંટ આપે છે અને જો તમારું યુનિટ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના દાયરામાં આવતું ન હોય તો ૨૦ ટકા ગ્રાંટ મળશે. ગ્રાંટની મહત્તમ મર્યાદા એસએસઆઇ માટે રૂ. ૫૦ લાખ અને નોન એસએસઆઇ માટે રૂ. બે કરોડ છે.

સીડબી દ્વારા આ યોજનાનું સંચાલન કરવામાં આવે છે. આ ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટે રૂ. ૭૫ લાખ સુધીની સબસિડી મળે છે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે ૧૫ ટકા ક્રેડિટ લિંક સબસિડી આપવામાં આવે છે.

પાવરલૂમ સેક્ટરને ૨૦ ટકા ક્રેડિટ લિન્ક કેપિટલ સબસિડી આપવામાં આવે છે. આ માટે આઇડીબીઆઇ, સીડબી અને આઇએફસીઆઇ જેવી નાણાકીય સંસ્થાઓને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરાઇ છે.

You might also like