રતન ટાટા પર કાર્યવાહી કરવા સુબ્રમણ્યમ સ્વામીએ PMને લખ્યો પત્ર

નવી દિલ્હી: ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ રતન ટાટા પર પ્રહારો કરતાં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે અને તપાસ કરાવવા માટે માંગણી કરી છે. સ્વામીએ પ્રધાનમંત્રીને સીબીઆઇ, ઇડી અને સેબીની અધિકારીઓની એક ચીમ બનાવવાનું કહ્યું છે જેનાથી આ તપાસ કરાવી શકાય. સ્વામીએ કહ્યું કે એર એશિયા અને વિસ્તારા એરલાઇન્સના ઇન્ડિયન પાર્ટનર બન્યા બાદ ટાટાએ ભારતના કાયદાને તોડ્યા છે.

આ પહેલા ટાટાથી ખસેડવામાં આવેલા ચેરમેન સાઇરસ મિસ્ત્રીએ કંપનીના ગોટાળા માટે ચિઠ્ઠી લકી છે. સ્વામીએ પત્રનો હવાલો પણ આપ્યો છે. સ્વામીએ મિસ્ત્રીના હવાલાથી કહ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ ટાટાની કંપની અપરાધમાં ભાગીદાર છે. જો કે , મિસ્ત્રીના પત્ર લખ્યા બાદ ટાટાએ તમામ આરોપોને નકારી દીધા છે.

સ્વામીએ પ્રધાનમંત્રીને લખેલા પત્રોમાં વિવિધ ધારાઓનો ઉલ્લેખ કર્યો છે. એમાં ધારા 120બી, 403, 405ની વાત કરવામાં આી નથી જેના હેઠળ કોન્સિપિરેસી, ચીટિંગ અને પબ્લિક ફંડનો દુરુપયોગની બાબત ચલાવી શકાય છે.

You might also like