જાધવ નહીં સોંપાય તો પાક.ના ૧૬ ટુકડા કરી નાખીશુંઃ સ્વામી

નવી દિલ્હી: ભારતીય નૌકાદળના પૂર્વ અધિકારી કુલભૂૂષણ જાધવના મામલે ભાજપના સાંસદ સુુબ્રમણ્યમ ‌સ્વામીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતાં જણાવ્યું હતું કે હજુ તો પાકિસ્તાનના બે જ ટુકડા થયા છે, પરંતુ જો જાધવની હત્યા કરવામાં આવશે તો તેના ચાર ટુકડા કરી નાખવામાં આવશે અને તેમ છતાં જો પાકિસ્તાન પોતાની નાપાક હરકત બંધ નહીં કરે તો પાકિસ્તાનના ૧૬ ટુકડા કરી નાખવામાં આવશે.

દિલ્હીની કોન્સ્ટિટયુશન કલબમાં ભાજપના પૂર્વ નેતા અને સંઘના પૂર્વ પ્રચારક ગોવિંદાચાર્ય દ્વારા શરૂ કરવામાં આવેલ ભારત ગૌરવ અભિયાન પ્રસંગે સુુબ્રમણ્યમ ‌સ્વામીએ જણાવ્યું હતું કે હિંદુસ્તાન માત્ર હિંદુુઓનું જ છે. જોકે ભારતીય મુસલમાનો અને ખ્રિસ્તીઓના પૂર્વજો પણ હિંદુઓ જ હતા.

સુુબ્રમણ્યમ ‌સ્વામીએ જણાવ્યું હતું કે જો મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયના લોકો એવું માને કે તેમના પૂર્વજો હિંદુઓ હતા, તો આ હિંદુસ્તાન તેમનું છે. કાશ્મીરથી કન્યાકુુમારી અને કચ્છથી દિબ્રુગઢ સુધીના તમામ લોકોના ડીએનએ એક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રામ મંદિરના નિર્માણ માટે હવે માત્ર સુપ્રીમના ચુકાદાની પ્રતીક્ષા કરવામાં આવી રહી છે. અમે આ વર્ષના અંત સુધીમાં કોઇ પણ સંજોગોમાં રામ મંદિર બનાવીશું.

સુુબ્રમણ્યમ ‌સ્વામીના આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું રામ મંદિર બનાવતા અમને કોઇ જ અટકાવી શકશે નહીં. જો પાકિસ્તાન કુલભૂષણને ફાંસી આપે તો ભારતે પણ બલુચિસ્તાનને એક સ્વતંત્ર દેશ જાહેર કરીને જવાબ આપવો જોઇએ.
http://sambhaavnews.com/

You might also like