કાશ્મીરમાં પણ દક્ષિણ ચીન સાગરવાળી થઈ શકેઃ સ્વામી

નવી દિલ્હી: ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કેન્દ્ર સરકારને ચેતવણી આપતાં જણાવ્યું છે કે સરકાર દક્ષિણ ચીન સાગર વિવાદમાં સંયુકત રાષ્ટ્ર ટ્રિબ્યૂનલ તરફથી આપવામાં આવેલા આદેશનું સાવચેતીથી પાલન કરી આગળ વધે. કારણ કે શક્ય છે કે ભવિષ્યમાં આ પ્રકારના ચુકાદાનો અમલ જમ્મુ કાશ્મીરના મુદ્દે પણ અપનાવવામાં આવે તો ત્યાં પણ દક્ષિણ ચીન સાગરવાળી થઈ શકે છે તેવી ચીમકી આપી છે.

સ્વામીએ ટિ્વટ કરતાં જણાવ્યું હતું કે અમેરિકાઅે ૧૯૮૬માં નિકારાગુઆ આક્રમણ પર સંયુકત રાષ્ટ્ર ટ્રિબ્યૂનલ તરફથી કરવામાં આવેલી આવી તપાસ અને ચુકાદાને માનવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રિબ્યૂનલના આવા આદેશનું ભારતે સાવધાનીપૂર્વક અનુમાન કરવું જોઈઅે. ટ્રિબ્યૂનલમાં અેમ પણ જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ચીન સાગરમાં દ્વીપો પર ચીનના અૈતિહાસિક અધિકારના દાવાનો કોઈ કાનૂની આધાર જણાવવામાં આવ્યો નથી.

You might also like