સ્વામી પર ભારે પડ્યાં જેટલી, ડિલીટ કરવું પડ્યું ટવિટ

નવી દિલ્હીઃ આર્થિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પર સતત ટીપ્પણી કરી રહેલા બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીને નાણામંત્રી અરૂણ જેટલીના ટવિટ બાદ પોતાનું ટવિટ ડિલીટ કરવું પડ્યું. જેમાં તેમણે આર્થિક મામલોના સચિવ શક્તિકાંત દાસને નિશાન બનાવ્યા હતા.

સુબ્રમણ્યમ સ્વામીના આ હુમલા બાદ નાણામંત્રી અરૂણ જેટલીએ ટવિટ કર્યું છે કે નાણા મંત્રાલયના એક અનુશાસિત અધિકાર વિરૂદ્ધ અયોગ્ય અને ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યાં છે. જેટલીના આ ટવિટ બાદ સ્વામીએ પોતાનું ટવિટ ડિલીટ કરી નાખ્યું છે.

ટવિટર પર એક યુઝરે લખ્યું હતું કે શક્તિકાંત દાસે દેશની સેવા બહુ કરી લીધી. હવે તેમને તમિલનાડુ પરત મોકલવામાં આવે. જેની પર સ્વામીએ લખ્યું હતું કે મને લાગે છે કે તેમની પર કોઇ એક કેસ ચાલે છે. જેમાં તેમણે પી. ચિદંબરમને મહાબલિપુરમમાં મહત્વની જગ્યા પર કબજ્જો મેળવવામાં મદદ કરી હતી.

 

You might also like