મહેબુબા ક્યારે પણ નહી સુધરે : સ્વામીનો નવો ટાર્ગેટ

નવી દિલ્હી : પોતાનાં નિવેદનોનાં કારણે ચર્ચામાં રહેનારા ભાજપનાં રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જમ્મુ કાશ્મીરનાં મુદ્દે પોતાની જ પાર્ટી અને મહેબુબા મુફ્તી પર નિશાન સાધ્યું છે. તેમણે ભાજપ અને પીડીપી સંગઠન પર નિશાન સાધતા કહ્યું કે આ ગઠબંધન એક પ્રયોગ હતો. જો કે આ પ્રયોગ ફેઇલ થાય તે નક્કી જ હતું. તેમણે કહ્યું કે ભાજપે સુધારાની આશા સાથે પીડીપી સાથે ગઠબંધન કર્યું હતું. જો કે પીડીપી સુધરે તેવું લાગતું નથી.

સ્વામીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં ભાજપ – પીડીપી ગઠબંધન પહેલા જ દિવસે ડુબી ગયું હતું. હવે ગઠબંધન સરકારનો અંત જોઇ શકાય છે. તેમણે મહેબુબા મુફ્તીનાં રાજીનામાં સાથે રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી મહેબુબા સહયોગ નથી કરી રહ્યા. પરંતુ મે તેમને કહ્યું કે હું પહેલાથી જ જાણું છું કે તે બદલી શકે તેમ નથી.

ઉલ્લેખનીય છે કે ભાજપ અને પીડીપી ગઠભંધન માટેવડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ જ ઘણું જોર કર્યું હતું. ત્યાર બાદથી જ આ ગઠબંધન થયું હતું. સાથે જ કાશ્મીરની જવાબદારી માનવને આપવામાં આવી છે. ગઠબંધન પાછળ તેનો જ હાથ હોવાનું માનવામાં આવે છે. સ્વામીએ તે અગાઉ પણ મહેબુબા પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે મહેબુબાનાં આતંકવાદીઓ સાથે સંબંધ છે. સ્વામી કેટલાક મુદ્દે મોદી સરકાર માટે મુશ્કેલીઓ ઉભી કરી ચુક્યા છે. તેમણે આરબીઆઇનાં પુર્વ ગવર્નર રઘુરામ રાજન પર પણ શાબ્દિક હૂમલો કર્યો હતો.

You might also like