સાતમા અાકાશમાં સુભા રાજપૂત

ટીવી સિ‌રિયલ ‘ઇશ્કબાજ’થી ટીવી ક્ષેત્રે કાર‌િકર્દી શરૂ કરનાર સુભા રાજપૂતે બોલિવૂડમાં પણ એન્ટ્રી કરી લીધી છે. બોલિવૂડ ફિલ્મ સનશાઈન ટૂર એન્ડ ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિમિટેડથી ફિલ્મ ક્ષેત્રે કાર‌િકર્દી શરૂ કરનાર સુભા રાજપૂત અાજકાલ સાતમા અાસમાનમાં છે. સુભાને સનશાઈન ફિલ્મ કેવી રીતે મળી તે અેક રોમાંચક વાત છે. તે અેક શોના અો‌ડિશન માટે ગઈ હતી, જ્યાં તેણે જિમનાં કપડાં પહેર્યાં હતાં. ત્યાંથી અો‌ડિશન અાપ્યા બાદ જઈ રહી હતી ત્યારે સનશાઈન ટૂર એન્ડ ટ્રાવેલ્સ પ્રાઈવેટ લિમિટેડનું ઓડિશન ચાલી રહ્યું હતું.

કાસ્ટિંગ ડિરેક્ટરે તેને જોઈ અને લવલીનના પાત્ર માટે અો‌િડશન માટે બોલાવી લીધી. તે કહે છે કે હું તો ફિલ્મના અો‌િડશન માટે ગઈ ન હોવાથી મેં કપડાં પણ સારાં પહેર્યાં નહોતાં. મારે બીજી મોડલનાં કપડાં અને જિન્સ પહેરીને અો‌ડિશન અાપવું પડ્યું. મને તે ભૂમિકા માટે શોર્ટલિસ્ટ કરી દેવાઈ. હું માનું છું કે તે મારી જિંદગીનો ટ‌િર્નંગ પોઈન્ટ હતો. મને મારી મરજીનો કોઈ બોલિવૂડ ડાયલોગ બોલવાનું કહેવાયું. મને શાહરુખની ‘મોહબતેં’ ફિલ્મ ખૂબ જ પસંદ હોઈ હું ‘એક લડકી થી દીવાની સી…’વાળો ડાયલોગ બોલી અને મને તે ભૂમિકા મળી ગઈ.

લવલીનના પાત્ર અંગે વાત કરતાં તે કહે છે કે લવલીન દિલ્હીની કોલેજમાં ભણતી યુવતી છે, તેના માટે ગ્લેમર અને ઊંચી બ્રાન્ડ બધું જ છે. તે અંતરમુખી છે, પરંતુ તેની અંદર એક ચહેરો છુપાયેલો છે. તે દુનિયા જોવા ઇચ્છે છે, પરંતુ પોતાની માતા સામે કહી શકતી નથી. તે માતાની ખૂબ જ ઇજ્જત કરે છે. અા અેક એવી છોકરીની કહાણી છે, જે જિંદગીમાં ઘણું બધું કરવા ઇચ્છે છે. અા ફિલ્મનું સુભાનું પાત્ર ‘કભી ખુશી કભી ગમ’માં કરીના કપૂરના પાત્ર જેવું છે. સુભાઅે અા પાત્રને સમજવા માટે અા ફિલ્મને ૨૦ વખત જોઈ. •

You might also like