સબ-ઇન્સપેકટર માટે પડી છે ભરતી, જાણો ક્યાં સુધીમાં કરી શકશો APPLY

મહારાષ્ટ્ર લોક સેવા આયોગ દ્વારે ઘણા બધા પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં પોલીસ સબ ઇન્સપેકટર, આસિસ્ટન્ટ સેકશન ઓફિસર, સ્ટેટ ટેક્સ ઇન્સપેકટર, સ્ટેટ સર્વિસ એકઝામ અને લો ઓફિસર પદ પર ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જો તમે પણ અરજી કરવા ઇચ્છો છો અને આ પદને યોગ્ય હોય અંતિમ તારીખ પહેલા અરજી કરો.

પદનું વિવરણ : ભરતીમાં પોલીસ સબ ઇન્સપેકટર માટે 387 પદ, આસિસ્ટન્ટ સેકશન ઓફિસર 126 જગ્યા અને સ્ટેટ ટેક્સ ઇન્સપેકટર માટે 24 ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. પસંદગી કરાયેલા ઉમેદવારોનો 9,300 થી 34,800 રૂપિયા પગાર અને ગ્રેડ પે 4,300 રૂપિયા હશે.

યોગ્યતા : આ પદ માટે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે અને ઉમેદવારે મહારાષ્ટ્ર સબ ઓર્ડિનેટ સર્વિસિઝની પ્રી પરીક્ષા પાસ કરી હોવી જોઇએ.

ઉંમર : આસિસ્ટન્ટ ઓફિસર અને સ્ટેટ ટેક્સ ઇન્સપેકટરની જગ્યા માટે 18 થી 38 વર્ષ (અનામત-43) સુધીના ઉમેદવાર અરજી કરી શકે છે. જ્યારે પોલીસ સબ ઇન્સપેકટર માટે 19થી 31 વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકે છે.

અરજી માટે ફી : અરજી કરવા માટે ઓપન વર્ગના ઉમેદવારે 524 અને અનામત વર્ગના ઉમેદવારે 324 રૂપિયાની ફીની ચૂકવણી કરવી પડશે. ફીની ચૂકવણી ઓનલાઇન માધ્યમથી કરી શકાશે.

અરજી કરવાની અંતિમ તારીખ : 27 જુલાઇ 2018

પસંદગી પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે.

You might also like