સ્ટાઇલિશ સ્ટાર સોનમ કપૂર

સોનમ કપૂર સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓના લિસ્ટમાં ટોચ પર આવે છે. ફિલ્મો સિવાય પણ તે ચર્ચાઓમાં છવાયેલી રહે છે. હંમેશા તે પોતાની સ્ટાઇલ સેન્સ માટે પણ પ્રશંસા પામે છે. તે ફેશનિસ્ટોના રૂપમાં પણ પ્રસિધ્ધ થઇ ચુકી છે. સોનમના સ્ટાર આજકાલ બુલંદી પર છે. તાજેતરમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોએ પણ સારો બિઝનેસ કર્યો. તેની મહત્ત્વના રોલ વાળી ફિલ્મ નીરજા 2016ની શરૂઆતમાં રિલીઝ થશે. ફિલ્મ 23 વર્ષની ફ્લાઇટ એટેન્ડેન્ટ નીરજાના જીવન પર આધારિત છે.

સોનમનાં વખાણ કરવા પાછળ આમ તો ઘણાં કારણો છે, પરંતુ મુખ્ય કારણ એ છે કે તે એ અભિનેત્રીઓમાં સામેલ છે જે ક્યારેય એક સરખી ભૂમિકાઓમાં કેદ રહી નથી અને એક જેવી ભૂમિકા તેણે ફરી કરી નથી. રિયલ લાઇફમાં તે ફેશનિસ્ટા તરીકે પણ મશહુર છે. ફેશનિસ્ટા તરીકેની ઓળખ માટે તે ખુશ છે. તે કહે છે કે મારું નામ વાંરવાર ફેશન સાથે સાંકળવામાં આવે છે તે સારી વાત છે. ચાલો મારું નામ કોઇ વિવાદ, અફેર કે ઝઘડા સાથે તો સંકળાયું નથી. આનાથી વધુ શું જોઇએ.

સોનમની આ ખુશી વધારે વધી ગઇ જ્યારે તેને 2015માં ફિલ્મફેર સ્ટાઇલ એવોર્ડ મળ્યા. તેમાં તેને બે એવોર્ડ મળ્યા એક તો સ્ટાઇલ એન્ડ સબ્સ્ટેંસ અને બીજો સ્ટાઇલિશ સ્ટારનો એવોર્ડ. તેણે ફરી એકવાર સાબિત કર્યુ છે કે તે બોલિવૂડના સૌથી સ્ટાઇલિશ સ્ટાર છે. નજીકના ભવિષ્યમાં તો તેને ટક્કર આપે તેવી કોઇ હીરોઇન દેખાતી નથી. કદાચ એ જ કારણ છે કે તેની તસવીરો વારંવાર દેશી વિદેશી મેગેઝિનોનાં કવર પર દેખાતી રહે છે.

You might also like