વ્યક્તિની ચાલવાની સ્ટાઇલ પરથી ખ્યાલ આવે છે તેનું વ્યક્તિત્વ

અમદાવાદ : એક અભ્યાસ અનુસાર લોકોનાં ચાલવાની સ્ટાઇલ અને તેનાં અંદાજ પરથી ખ્યાલ આવી જાય છે કે તે કેટલા આક્રમક છે. જો ચાલતા સમયે કોઇ વ્યક્તિનાં ઉપરી અને નીચલો હિસ્સો વધારે હલે તો તે વ્યક્તિમાં આક્રમકતા વધારે હોય છે. યુકેનાં પોટર્સ માઉથ યુનિવર્સિટીનાં સંશોધકોએ 29 લોકોને ટ્રેડમિલ પર તેમની નેચરલ સ્પીડમાં ચલાવ્યા હતા.

જે સંશોધનમાં બહાર આવ્યું કે જ્યારે આપણે ચાલીએ છીએક તો આપણા શરીરમાં મુવમેન્ટ થાય છે. જ્યારે કોઇ વ્યક્તિ પોતાનો ડાબો પગ આગળ વધારે છે ત્યારે તેનાં કુલાનો ડાબો ભાગ પણ આગળ આવે છે. ડાબો ખભો પાછળ થાય છે. જ્યારે જમણો ખંભો સંતુલન માટે થોડો આગળ આવે છે.

સંશોધકોએ સંશોધનમાં ભાગ લેનારાઓને એક ફોર્મ ભરવા જણાવ્યું હતું. જેનાં પરથી તેમનાં આક્રમક સ્તરનો ખ્યાલ મેળવી શકાય . તેમણે તેમનાં વ્યક્તિત્વની વિશિષ્ઠતા મેળવવા માટે બિગ ફાઇવ નામનો એક ટેસ્ટ પણ કર્યો હતો. ટેસ્ટ અને ફોર્મ દ્વારા તેમને જાણવા મળ્યું કે લોકો શું વિચારે છે અને અનુભવે છે અને કઇ રીતે વ્યવહાર કરે છે.

મોશન કેપ્ચર ટેક્નોલોજી દ્વારા સંશોધકોએ મનુષ્યોનાં વક્ષ, કુલા અને તેની ગતિ તથા ચાલની ગતિના આધારે અભ્યાસ કર્યો હતો.

You might also like