દિલધડક સાહસની પોલ ખૂલી ગઈ

અહીં આપેલી તસવીરમાં લૂઈસ ફર્નાન્ડો કેન્ડેલા એક ખડકની કિનારીએ પોતાના પગ વડે લટકી રહેલો દેખાય છે. નીચે હજારો ફૂટ ઊંડી ખીણ દેખાય છે, એટલે આ માણસની હિંમતને દાદ દેવાનું મન થઈ જાય. એના સ્નાયુઓ ખૂબ મજબૂત હોય તો પણ આવું સાહસ કરવા માટે સ્નાયુઓ કરતાં વધુ મજબૂત મનોબળ જોઈએ એવું તરત જ લાગે.

રિયો ડી જાનેરો શહેરમાં રહેલા લૂઈસનો આ ફોટો તેની ગર્લફ્રેન્ડે ૨૧ નવેમ્બર, ૨૦૧૫ના રોજ પાડ્યો હતો. એ ફોટોગ્રાફ્સે વર્ચ્યુઅલ જગતમાં ધૂમ મચાવી દીધી હતી. હવે લૂઈસની ગર્લફ્રેન્ડે પોતે એ ખડકની ધાર પર લટકીને ફોટોગ્રાફ પડાવ્યા છે અને લૂઈસના દિલધડક સાહસની ધૂળ કાઢી નાખી છે. હજારો ફૂટ ઊંચી લાગતી ખડકની કિનારી માત્ર દોઢેક મીટર જ ઊંચી છે. જો લૂઈસના પગ છૂટી જાય તો એ દોઢેક મીટર નીચે પડે, બસ!

You might also like