ભરેલાં ટામેટાં બનાવો આ રીતે ઘરે, ખાશો તો આંગળા ચાટતા રહી જશો

બનાવવા માટેની સામગ્રી:
લાલ કડક ટામેટાં: ૧૦ જેટલાં નાના
ઝીણું ખમણેલું લીલું કોપરું: ૪ ચમચાં
આખા ધાણાં: ૪ ચમચા
મરીઃ ૧૫ કાળા
લવિંગઃ 4
તજઃ 3
તેજપત્તાં: ૨
આખાં 4 લાલ મરચાં બધાં સાથે ભેગાં કરીને તેને બરાબર વાટી લો.
ચમચી હળદરઃ ૧/૨
ચમચી સાકરઃ ૧/૪
ગરમ મસાલોઃ ૨ ચમચી
ચમચી જીરું: ૧/૨
ચપટી હીંગ
કોથમીર ઝીણી સમારેલીઃ ૧ ચમચો
તેલઃ દોઢ ચમચો

બનાવવા માટેની પદ્ધતિઃ
સૌ પ્રથમ ટામેટાંનો ઉપરનો કાળો ભાગ કાપીને તેને ઊભો ચીરો કરો. ત્યાર બાદ વાટેલા મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું અને સાકર નાખીને ટામેટાંમાં તમે મસાલો ભરો. હવે એક સ્ટીલની કઢાઈમાં તેલને ગરમ કરી જીરા અને હીંગનો વઘાર કરો. આ વઘારમાં હળદર નાખીને બાદમાં ભરેલાં ટામેટાંને વઘારો.

હવે વાસણને ઊંચું નીચું કરતાં ટામેટાં હલાવો. બાદમાં ઉપર થાળીમાં થોડુંક પાણી મૂકીને તેને ઢાંકી દો. હવે 3થી 4 મિનિટ પછી થાળીને લઈ લો. પછી ગરમ મસાલો નાખીને ટામેટાં પાછાં હલાવો. ત્યાર બાદ 2 મિનિટ ઢાંક્યા વગર તેને ગેસ ઉપર રહેવા દો. પછી કોથમીર ભભરાવીને તેને ખાવા માટે ઉપયોગમાં લો. તમને સ્વાદ જો ડાઢે વળગે તો તેની ઉપર ક્રીમ પણ નાખી શકાય છે.

You might also like