શાળામાં હેરાનગતિના મુદ્દે વિદ્યાર્થીઓ હેલ્પલાઈન પર સંપર્ક કરી શકશે

અમદાવાદ: વડોદરાની શાળામાં શિક્ષક દ્વારા જ વિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મની ચોંકાવનારી ઘટના જાહેર થયા બાદ શિક્ષણ વિભાગમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

આ ઘટનાના પગલે ડીઈઓ કચેરી પણ હરકતમાં આવી ડીઈઓ કચેરી દ્વારા એ અમદાવાદ શહેરની તમામ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે હેલ્પલાઈન શરૂ કરીને એજ્યુકેશન ઈન્સ્પેક્ટરના નંબર તેમને આપવામાં આવશે. ટૂંક સમયમાં અમદાવાદની શાળાના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન જાહેર કરશે.

આ હેલ્પલાઈનમાં બે મહિલા એજ્યુકેશન ઈન્સ્પેક્ટર અને બે પુરુષ એજ્યુકેશન ઈન્સ્પેક્ટરનો સમાવેશ કરવામાં આવતો. દરેક શાળામાં હેલ્પલાઈન અંતર્ગત ઈન્સ્પેક્ટરના નંબર આપવામાં આવશે. તેથી વિદ્યાર્થીઓ દ્વારા તેમને થતી કોઈ પણ જાતની હેરાનગતિની ફરિયાદ તેઓ ઈન્સ્પેક્ટરને કરી શકશે.

You might also like