દાર્જિલિંગમાં રેસિડેન્શિયલ સ્કૂલને ૧૨ કલાકનું GJMનું અલ્ટિમેટમ

દાર્જિલિંગ: દાર્જિલિંગની પહાડીઓમાં ગોરખા જનમુક્તિ મોરચા (જીજેએમ) દ્વારા અચોક્કસ મુદતના બંધના એલાનના સાતમા દિવસે પણ વિરોધ દેખાવો ચાલુ રહ્યા હતા. બંધ અને વિરોધ દેખાવોના કારણે સામાન્ય જનજીવન ખોરવાયું હતું અને ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ રહી હતી.

સુરક્ષા દળો પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. જીજેએમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને હટી જવા માટે ૨૩ જૂને સવારના ૬.૦૦ વાગ્યાથી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી ૧૨ કલાકનો સમય આપીને અ‌િલ્ટમેટમ આપવામાં આવ્યું છે. હાલ દાર્જિલિંગમાં અજંપાભરી શાંતિ પ્રવર્તે છે અને કોઈ અનિચ્છનીય ઘટનાના સમાચાર નથી. ગત શનિવારે જીજેએમના કાર્યકરો અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.

પશ્ચિમ બંગાળથી અલગ ગોરખાલેન્ડ રાજ્ય બનાવવાની માગણી કરનાર ગોરખા જનમુક્તિ મોરચા (જીજેએમ)એ પહાડની વિવિધ રેસિડેન્શિયલ સ્કૂલને ૨૩ જૂનના રોજ ખાલી કરવા માટે અને બહારના વિદ્યાર્થીઓને દાર્જિલિંગ છોડી દેવા માટે ૧૨ કલાકનો સમય આપ્યો છે કે જેથી વિદ્યાર્થીઓ સિલિગુડી અને રોંગપોને ખાલી કરી શકે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે ઈન્ટરનેટ પ્રોવાઈડર્સને પત્ર લખીને ઈન્ટરનેટ સેવાઓ બંધ રાખવા જણાવ્યું છે. ચાર િદવસ પહેલાં બંધ કરવામાં આવેલી ઈન્ટરનેટ સેવાઓ આગામી સાત િદવસ સુધી બંધ રહેશે.
http://sambhaavnews.com/

You might also like