નવસારીમાં ટયુશન કલાસીસના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો, પોલીસે તપાસ હાથ ધરી

નવસારીમાં ટયુશન કલાસીસના શિક્ષકે વિધાર્થીને ઢોર માર માર્યો હોવાનો સામે આવ્યું છે. જયાં સાથી વિદ્યાર્થીનીઓને કેમ છેડે છે તેમ કહી ટયુશન શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર મારતા વિદ્યાર્થીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો નવસારી ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શાંતીદેવી રોડ સ્થિત ચાલતાં આકાશ ટયુશન કલાસીસનાં સંચાલક આકાશ ગાંધીએ શિક્ષણ જગતને કલંક લગાવતી કાર્ય કરીને વાલીઓને વિચારવા મજબૂર કરી દીધા છે કે તેમના બાળકો આવા ક્રુર અને અમાનવીય શિક્ષકોના હાથમાં સુરક્ષિત છે કે કેમ?

ટયુશનમાં ધોરણ 10ના અભ્યાસ માટે આવતા 14 વર્ષના વિદ્યાર્થીને છોકરીઓની છેડતી કેમ કરે છે તેમ કહી લાકડી વડે ઢોર માર માર્યો હતો. આ ગંભીર મુદ્દાને લઈને આકાશ ટયુશન કલાસીસમાં અભ્યાસ કરતાં વાલીઓએ આ શિક્ષક સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

You might also like