સુરતઃ વિદ્યાર્થિનીઓ દેશનાં જવાનોની રક્ષા માટે મોકલશે 8 હજાર રાખડીઓ

સુરતઃ દેશ પર કોઈ પણ આપત્તિ આવી પડે તે માટે સૈન્યનાં જવાનો હંમેશાં ખડેપગે દેશની સેવા બજાવવા તૈયાર જ હોય છે. ત્યારે સરહદ પર રહેલા દેશનાં સૈનિકો દુર્ગમ પરિસ્થિતિમાં પણ ફરજ બજાવતાં હોય છે. ત્યારે આ સૈનિકોની રક્ષા માટે સુરતની વિદ્યાર્થીનીઓએ રાખડીઓ અને ગ્રીટિંગ્સ કાર્ડ તૈયાર કર્યાં છે. જે તેમને પોસ્ટ મારફતે પહોંચાડવામાં આવશે.

દેશની રક્ષા કરનાર જવાનોની રક્ષા માટે સુરતનાં ગોડાડરા વિસ્તારમાં આવેલી જ્ઞાનજ્યોત વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ 8 હજાર જેટલી રાખડીઓ અને ગ્રીટિંગ્સ કાર્ડ તૈયાર કર્યાં છે. જે દેશની સરહદ પર રક્ષા કરતા જવાનોની લાંબા આયુષ્ય માટે મોકલવામાં આવશે. આ વિદ્યાર્થીનીઓએ શાળામાં અભ્યાસ કર્યા બાદ સૈનિકો માટે આ રાખડીઓ બનાવી છે.

છેલ્લાં 10 દિવસની મહેનત બાદ 5 હજાર જેટલી વિદ્યાર્થીનોએ 8 હજાર રાખડીઓ અને ગ્રીટિંગ્સ કાર્ડ માટે તૈયાર કરાયાં છે. સરહદ પર દેશ માટે રાત-દિવસ સતત મહેનત કરનાર સૈનિકોની રક્ષા માટે સુરતની આ વિદ્યાર્થીનીઓએ રાખડી બનાવી છે.

આ રાખડીઓ સાથે તમામ આર્મી જવાનોનાં સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી છે. બાળકોમાં દેશ પ્રત્યે પ્રેમ અને જવાનો માટે સન્માન વધે તે માટે શાળા દ્વારા છેલ્લાં 2 વર્ષથી સુરક્ષા કવચ સમાન આ રાખડીઓ મોકલવામાં આવી રહી છે.

આમ, આ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશનાં સૈનિકોને એક સંદેશો મોકલવામાં આવ્યો છે કે દેશનાં તમામ લોકો અને બહેનો તેમની સાથે છે. વિદ્યાર્થીનીઓનો દેશનાં સૈનિકો માટે આ પ્રેમ ખરેખર સાચા અર્થમાં ભાઈ બહેનનાં સંબંધને વધુ મહેકાવી જાય છે.

You might also like