ગુજરાતના વિદ્યાર્થીઓ ભણશે “ભારત માતા કી જય..” પર ચેપ્ટર, વાજપયીની કવિતાઓનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ

અમદાવાદઃ આ વર્ષે નવા સત્રથી ગુજરાતના પાઠ્યપુસ્તકોમાં દેશભક્તિ, ભારત માતા અને ભારતીય સંસ્કૃતિને ખાસ મહત્વ આપવામાં આવશે. નવા સત્રમાં દશેના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂના દ્રષ્ટિકોણથી “ભારત માતા કી જય..”ના વિચાર પર પ્રકાશ પાડવામાં આવશે.

ગુજરાત સ્ટે સ્કૂલના પાઠ્યપુસ્તક મંડળમાં ધોરણ 9 અને 11માં ચાર પાઠ્યપુસ્તકોમાં હિન્દીને પહેલી ભાષા અને હિંદીને બીજી ભાષા તરીકે પસંદ કરનારા વિદ્યાર્થીઓને આરએસએસની શાખામાં ગવાતા ગીત “મનુષ્ય તુ બડા મહાન હે”નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 11માં ધોરણની પુસ્તકમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની એક કવિતા “કદમ મિલાકર ચલના હોગા”ને પણ સમાવી લેવામાં આવી છે.

રાજસ્થાનની પુસ્તકોમાંથી નહેરૂ ગાયબ..

રાજસ્થનનામાં પૂર્વ પ્રધાનમંત્રી જવાહારલાલ નહેરૂને કોર્સમાંથી હટાવી લેવામાં આવ્યા છે. તેવામાં ગુજરાત સ્ટેટ સ્કૂલ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા 11માં ધોરણના કોર્સમાં એક દિવસ ચર્ચાનો વિષય બન્યો “ભારત માતા કી જય..” પર પ્રથમ પ્રધાનમંત્રીના વિચારોને સમાવી લેવામાં આવ્યા છે. આ અધ્યાય નહેરૂની આત્મકથાનો એક હિસ્સો છે. જેમાં તે હરિયાળાના રોહતકમાં ખેડૂતોના એક સમૂહને “ભારત માતા કી જય..”ના વિચારને સમજાવી રહ્યા હતા.

પાઠમાં છે અજ્ઞાનતા દૂર કરવાનો પ્રયાસઃ આ પાઠનો સાર કાંઇક આવો છે, “પ્રસ્તુત લેખમાં અશિક્ષિત ગ્રામણ લોકો “ભારત માતા કી જય..”ના નારા લગાવતા હોય છે. પરંતુ ભારત માતાના વાસ્તવિક સ્વરૂપ તથા તેમની વાત્સલતાથી તેઓ અજાણ હતા.” તેમની તે અજ્ઞાનતાને લેખક દ્વારા દૂર કરી વાસ્તવિકતાથી પરિચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

You might also like