વિદ્યાર્થીનું એટીએમ કાર્ડ બદલી ૭૯ હજાર રૂપિયા ઉપાડી લીધા

અમદાવાદ:  અમરાઇવાડી વિસ્તારમાં વિદ્યાર્થી જ્યારે એટીએમમાંથી રૂપિયા ઉપાડી રહ્યો હતો ત્યારે એટીએમ રૂમમાં આવેલા ત્રણ શખ્સોએ તેની નજર ચૂકવીને એટીએમકાર્ડ ચોરી લીધું હતું અને ત્યારબાદ ૭૯ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા.

અમરાઇવાડીમાં આવેલ જક્સી રબારીની ચાલીમાં રહેતા સભાશંકર રાજપૂતે ૧ર એપ્રિલના સવારે તેના પુત્ર સત્યમને એસબીઆઇના એટીએમમાંથી ૯ હજાર રૂપિયા ઉપાડવા માટે કહ્યું હતું. સત્યમ અમરાઇવાડીમાં શાં‌િત‌િનકેતન સ્કૂલની બાજુમાં આવેલ એસબીઆઇના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો.

સત્યમે એટીએમકાર્ડ મશીનમાં નાખતાં કાર્ડ એક્સેપ્ટ થયેલ નહીં. તે સમયે તેની પાછળ ત્રણ અજાણ્યા શખ્સો ઊભા હતા. ત્રણેય શખ્સોએ સત્યમને ફરીથી એટીએમમાં કાર્ડ નાખવા કહ્યું હતું, જેથી સત્યમે ફરીથી એટીએમમાં કાર્ડ નાખ્યું હતું, જે એક્સેપ્ટ થતાં તેણે ત્રણેયની સામે પાસવર્ડ નાખ્યો હતો. પહેલાં સત્યમે એક હજાર રૂપિયા એટીએમમાંથી કાઢ્યા હતા.

ત્રણ શખ્સો પૈકીના બે શખ્સે સત્યમને વાતોમાં રાખ્યો હતો અને એક શખ્સે ચપળતાપૂર્વક એટીએમકાર્ડ બદલી નાખ્યું હતું.
એસબીઆઇનું કોઇ અન્ય વ્યક્તિનું કાર્ડ પોતાનું સમજીને એટીએમમાં નાખતાં કાર્ડને બ્લોક કર્યું હોવાની ‌િસ્લપ બહાર આવી હતી.

એટીએમકાર્ડ બ્લોક થઇ ગયું હોવાનું માની લઇને સત્યમ જતો રહ્યો હતો. પાસવર્ડ જાણીને ત્રણેય શખ્સોએ એટીએમથી ૭૯ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. અમરાઇવાડી પોલીસે આ મામલે ત્રણેય શખ્સ વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

You might also like